top of page
પુસ્તક પરિચય:
આપણા બધાના હૃદયમાં એક નિશ્ચિત ઈચ્છા હોય છે કે હું સફળ થવા માંગુ છું. પોતાના વ્યવસાયને આગળ વધારવા માંગું છું. જેથી જીવનને વધુ આનંદિત બનાવી શકાય. પોતાના હોવાની એક સાર્થકતા સિદ્ધ કરી શકાય, અને લાંબા સમય સુધી લોકોની સ્મૃતિમાં ટકી શકાય. વ્યક્તિ ચાહે નાની હોય કે મોટી, જ્ઞાની હોય કે અજ્ઞાની, ઓફિસર હોય કે પ્રેસિડેન્ટ, દરેક પોતાના સ્તરે સફળતા પામવા માંગે છે. સફળ તો બધા થવા માંગે છે. પરંતુ શું દરેક વ્યક્તિ સફળ થઇ શકે છે ખરા? હા, ચોક્કસ થઇ શકે પણ જરૂર છે માત્ર થોડા મેનેજમેન્ટના પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની... જેનો પ્રયાસ મેં અહીં આપ સૌ સમક્ષ કરેલો છે શ્રદ્ધા છે આપ સૌને જરૂર ગમશે.
મિત્રો, આ વિષય પર હું ઘણા લાંબા સમયથી વિચારતો રહ્યો છું, કારણ કે સફળતા ઇચ્છનારાઓમાં હું પણ સામેલ છું. એટલે જ મેં થોડા સફળ બિઝનેસમેનની જીવનગાથાઓ વાંચી અને તેમાંથી હું થોડા મેનેજમેન્ટના પાઠ શીખ્યો. અને બસ આ પાઠ 'મેનેજમેન્ટ મંત્ર' પુસ્તકના સ્વરૂપમાં લોકો સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ પુસ્તકમાં થોડા ઘણા અંશે મારા પોતાના જીવન પર પ્રયોગો કરીને પણ અનુભવો લખ્યા છે.
અત્યારે તો બસ આટલું જ. તમે આ પુસ્તકને વાંચો. મને તમારા સૂચનો અને પ્રતિક્રિયા મળશે તો આનંદ થશે. જો આ પુસ્તક તમારા અંદર રહેલ મેનેજમેન્ટના કોઈ પણ તત્વ સુધી પહોંચાડવામાં સફળ થશે, તો હું મારા લેખન પ્રયત્નને યોગ્ય માનીશ. હું તમારા ઇ-મેઇલ ની આતુરતાપૂર્વક રાહ જોઇશ.
વંદન સહ,
દીપક ભટ્ટ
bottom of page